HomeNewsNational"તો" પહેલાની વાતો બધી નકામી…!!!

“તો” પહેલાની વાતો બધી નકામી…!!!

- Advertisement -

જીવનના પ્રત્યેક તબક્કામાં દરેક માણસ ઘણો બધો સમય વેડફાતો રહે છે.
તેમનો ઘણો મોટો ફાળો આ “તો” પહેલાં ની વાતો ને જાય છે. “તો” એક એવો અક્ષર છે જે એક કાનો અને એક માત્ર ને લઇને એટલો શક્તિશાળી બની જાય છે કે બહાના, લાલચ, વ્યાપાર જેવી મોટી મોટી વસ્તુઓ ને સંતાડી દે છે.

- Advertisement -

જુદા – જુદા માણસોને આપણે મળતા હોય છે અને બધાને એક સામાન્ય પ્રશ્ન હોય છે કે કયો માણસ સારો હશે? કયા માણસ સાથે મારે મિત્રતા કરવી? અને કયો માણસ સંબંધ નિભાવશે અને ખરા સમયે મદદ કરશે?

ઉપરોક્ત દર્શાવેલા સવાલ ના જવાબ આ “તો” ઉપર નજર ફેરવીએ એટલે આપણને આપોઆપ મળી જાય છે.
આજ ના જમાના નું ઉદાહરણ લઈએ તો કોઈ સામાન્ય માણસ ને આપણે મદદ માટે ફોન કરીએ એટલે આપણને બહાનું મળે કે ગાડી માં પેટ્રોલ નથી બાકી “તો” હું હમણાં આવી જાઉં! ઉપરોકત પ્રાપ્ત થયેલ જવાબ “તો” પેહલા નું બધું નકામું છે. કામની વાત એ છે કે એ વ્યકિત મદદે આવવાની નથી જે તો પછીના શબ્દો માં સાફ જણાવામાં આવેલું છે.
રોજિંદા જીવનમાં પણ આપણે જે વ્યક્તિઓ આ “તો” નું ઉપયોગ કરતા હોય છે એનાથી દુર રહેવુ જોઈએ. દરેક ખામી વાળા માણસ આ “તો” ની પાછળ છુપાયેલા હોય છે. મોટા મોટા બણગાં ફોડતાં માણસો પણ દેખાય છે જે બોલ્યાં જ કરતાં હોય કે ” મારી પાસે બસ ફલાણા ની કમી છે બાકી “તો” ઢીકાણુ મારા ડાબા હાથનો નાનકડો ખેલ છે.
મજા ની વાત એ છે કે મને કોઈ જગ્યા કે કોઈ એવી ચકાસણી મળી નથી કે જ્યાં હું મારો આ “તો” વાળો નિયમ અનુસારી શકું!
બીજી બધી માયાજાળ થી દુર રહી ને આ “તો” ને ધ્યાનમાં રાખી તમે ઘણું બધું સમજી શકો છો. અને ભાષા ની આવી અનોખી મોજ ને માણી શકો છો.

- Advertisement -

Ronak Bharatiya

  • Freelance Writer
  • Call : +91 – 84604 34815
  • Call : +91 – 92651 88815
- Advertisement -
infohotspot
infohotspot
नमस्कार! मैं एक तकनीकी-उत्साही हूं जो हमेशा नई तकनीक का पता लगाने और नई चीजें सीखने के लिए उत्सुक रहता है। उसी समय, हमेशा लेखन के माध्यम से प्राप्त जानकारी साझा करके दूसरों की मदद करना चाहते हैं। मुझे उम्मीद है कि आपको मेरे ब्लॉग मददगार लगेंगे।

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Amazon Exclusive

Promotion

- Google Advertisment -

Most Popular